નામ પ્રમાણે ગુણ
સિદ્ધર્થ અને સિદ્ધાર્થ આ બે શબ્દો સરખા લાગતા હશે પણ આ બંને શબ્દો ના અલગ મતલબ છે. સિદ્ધાર્થ શબ્દ નો મતલબ - જેમનો જીવનનું સંચાલન સિદ્ધિ અને ધર્મ તરફ છે. અથવા લક્ષ્ય પ્રાપ્ત કરનાર જેનો ઉદ્દેશ્ય કે હેતુ (અર્થ) સિદ્ધ થયો હોય. જયારે સિદ્ધર્થ (aptronym or euonym ) શબ્દ નો ઉપયોગ ૨૪ તીર્થંકરો ના નામ પ્રમાણે ગુણ બતાવ વા માટે થાય છે. જૈન ધર્મ માં નવકાર મંત્ર ને મહામંત્ર કહેવામાં આવ્યો છે. છતાં ખાસ પરિસ્થિતિયો માં એક ખાસ ગુણો માટે ખાસ તીર્થંકર ના મંત્ર જાપ કરી શકાય. ૧. ઋષભદેવ (આદિનાથ): આદિ એટલે પ્રથમ. તેમણે સભ્યતાની શરૂઆત કરી અને કૃષિ તેમજ કલાનું જ્ઞાન આપ્યું. ૨. અજિતનાથ: અજિત એટલે જેને જીતી ન શકાય તેવા અજેય (Invincible). ૩. સંભવનાથ: સંભવ એટલે જે બધું જ કરી શકે અથવા શુભ (Auspicious). ૪. અભિનંદનનાથ: અભિનંદન એટલે પ્રશંસનીય. તેઓ નમ્રતા અને ધૈર્યના પ્રતીક છે. ૫. સુમતિનાથ: સુમતિ એટલે શ્રેષ્ઠ બુદ્ધિ (Wise) અથવા સન્માર્ગે ચાલનાર. ૬. પદ્મપ્રભુ: પદ્મ એટલે કમળ. તેઓ કમળની જેમ નિર્મળ અને પવિત્ર છે. ૭. સુપાર્શ્વનાથ: સુપાર્શ્વ એટલે સારી દિશા (Good-sided...